નવી દિલ્હી: વિશ્વકપમાં ભારત સામે ભૂંડી રીતે હાર્યા બાદ હવે પાકિસ્તાની ખેલાડીઓએ ઠેર ઠેર ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના ખેલાડીઓને તેમના ચાહકો માફ કરવાના મૂડમાં નથી અને તેમણે શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાક કેપ્ટન સાથે ખરાબ વર્તણૂંક
પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદની સાથે પણ કઈંક આવું જ બન્યું. ફેન દ્વારા તેમની બેઈજ્જતીનો એક વીડિયો હાલ વાઈરલ થયો છે. આ વીડિયો સરફરાજ જ્યારે મોલમાં ફરવા ગયા હતાં ત્યારે બનાવવામાં આવ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
Now this is disgraceful! Two years back you were celebrating and dancing on the roads because of them #ct17 and today you are treating them like this. You may comment on their performance and fitness but this is not the way! #CWC19 #PAKvSA #WeHaveWeWill pic.twitter.com/8Ney8VSlSU
— Faizan Najeeb Danawala (@danawalafaizan) June 21, 2019
વીડિયોમાં ફેને કહ્યું કે ભાઈ, ભાઈ તમે સૂવર જેવા મોટા કેમ છો? તમે સુવર જેવા જાડા છો તો ઓછો ખોરાક ખાઓ. જ્યારે આ વીડિયો ઉતારાયો ત્યારે સરફરાઝ પોતાના પરિવાર સાથે હતો. ખાસ વાત એ હતી કે ફેન દ્વારા આવો વ્યવહાર થવા છતાં સરફરાઝે જરાય કાબુ ગુમાવ્યો નહતો અને તે શાંતિથી ત્યાથી જતો રહ્યો.
અગાઉ પણ બની છે આવી ઘટનાઓ
અત્રે જણાવવાનું કે આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ આવી બેઈજ્જતીનો સામનો કરવો પડ્યો હોય. પાકિસ્તાની ટીમના ખેલાડીઓની ફિટનેસથી પાકિસ્તાની ફેન્સ ખુબ નારાજ છે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાની ફેન્સે સરફરાઝને મોટા-મોટા કહીને બોલાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે